નામ | હોદ્દો | ઈ-મેઈલ | સરનામું | ફોન | ફેક્સ |
---|---|---|---|---|---|
શ્રી ચિરાગ પી. હિરવાણીયા | નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ઉના |
sdm-rev-una[at]gujarat[dot]gov[dot]in |
પ્રાંત કચેરી – ઉના | 02875-226600 | 02875-226555 |
શ્રી વી.પી. જોષી | નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, વેરાવળ | sdm-rev-veraval[at]gujarat[dot]gov[dot]in | પ્રાંત કચેરી – વેરાવળ | 02876-243322 | 02876-221672 |
જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૯ અને ૧૦ અન્વયે પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટને લગતી કામગીરી અંગે સત્તાઓ ભોગવે છે તેમજ પ્રાંત અધિકારી હોદૃાની રૂએ “સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ” ની સત્તા ધારણ કરે છે. પ્રાંત અધિકારી તેમના નિયંત્રણ હેઠળની તાબાની કચેરીઓના તાલુકા સંકલન અધિકારી તરીકે, તેમજ રાજય સરકારની અન્ય કચેરીઓના કામકાજ અને વ્યવસ્થા ઉપર અંકુશ ધરાવે છે. વધુમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કામકાજ ઉપર દેખરેખ તથા પંચાયતોને તબદીલ કરાયેલ મહેસૂલી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. લોકસભાના મદદનીશ ચુંટણી અધિકારી, વિધાનસભાના ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પ્રાંત અધિકારી મતદાર નોંધણી અધિકારી તરીકે તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે.
પ્રાંત અધિકારીની મૂળભૂત મહેસૂલી કામગીરી માટે સરકારશ્રીએ લક્ષ્યાંકો / ધોરણો ઠરાવેલા છે જે આ પ્રમાણે છે.